ત્રિકાલ સંધ્યા.
(૧) ઉઠતી વખતે:
કર દર્શન:
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती ।
करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम ॥
હાથ ની આંગળીઓ માં શ્રી લક્ષ્મી માતા નો વાસ છે. હાથ ની હથેળી ના મધ્ય માં માતા સરસ્વતી નો વાસ છે. અને હથેળીના મૂળ માં ગોવિંદ નો વાસ છે. આથી આજે એમની કૃપાથી હું જે કઈ પણ અર્જિત કરીશ તે હું મારા સ્વામી ને અર્પણ કરીશ.
પૃથ્વીને વંદન:
समुद्रवसने देवि पर्वतस्तनमण्डले ।
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे ॥
જે સમુદ્ર રૂપી વસ્ત્રો ધારણ કરે છે, પર્વતો રૂપી સ્તનો ધરાવે છે અને ભગવાન શ્રી વિષ્ણુની પત્ની (પૃથ્વી માતાં) છે, હું તમને નમસ્કાર કરું છું. તમને મારા ચરણ સ્પર્શ થસે. કૃપા કરીને મને આ માટે ક્ષમા કરો અને આશીર્વાદ આપો કે હું હમેશા તમારા પર ધર્મયુક્ત ના કાર્ય કરું.
જગદગુરુ શ્રી કૃષ્ણને વંદન:
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वंदे जगद्गुरुम् ॥
હું કંસ અને ચાનુરના સંહારક, દેવકીજી નો આનંદ વધારનાર, વાસુદેવનંદન જગદગુરુ શ્રી કૃષ્ણચંદ્રને વંદન કરું છું.
(૨) જમતી વખતે:
यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै: ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥3.13॥
यत् करोषि यद् अश्नासि यज् जुहोषि ददासि यत् ।
यत् तपस्यसि कौन्तेय तत् कुरुष्व मद्-अर्पणम् ॥9.27॥
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: ।
प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम् ॥15.14॥
જે પુણ્યપુરુષો યજ્ઞ પછી બચેલો ખોરાક ખાય છે તેઓ સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને જે પાપી લોકો માત્ર પોતાના શરીરને પોષવા માટે ભોજન રાંધે છે તેઓ પાપ જ ખાય છે. હે કુંતી પુત્ર! તમે જે કંઈ કરો છો, તમે જે કંઈ ખાઓ છો, તમે જે કંઈ પવિત્ર અગ્નિમાં અર્પણ કરો છો, તમે જે કંઈ દાન કરો છો, તમે જે કંઈ તપ કરો છો, તે મને અર્પણ કરીને કરો. પ્રાણ અને અપાન સાથે મળીને, સર્વ જીવોના શરીરમાં નિવાસ કરનાર હું વૈશ્વાનર સ્વરૂપે હું અગ્નિના રૂપમાં, ચાર પ્રકારો ના ખોરાકનું હું પાચન કરું છું. [ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય: જે ચાવવાથી ખવાય છે તે ‘ભક્ષ્ય’ છે - જેમ કે રોટલી વગેરે. જે ગળવામાં આવે છે તે ‘ભોજ્ય’ છે - જેમ કે દૂધ વગેરે અને જે ચાટવામાં આવે છે તે ‘લેહ્યા’ - જેમ કે ચટણી વગેરે અને જે ચૂસવામાં આવે છે તે ‘ચોષ્ય’ છે - જેમ કે શેરડી, લીંબુ વગેરે]
ॐ सह नाववतु । सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्विनावधीतमस्तु । मा विद्विषावहै ॥
ॐ शान्ति: शान्ति: शान्ति: ॥
ભગવાન આપણા સર્વ ની રક્ષા કરે. આપણે સાથે મળીને આનંદ કરીએ. આપણે સાથે મળીને શક્તિ મેળવીએ. આપણે તેજસ્વીતામાં વૃદ્ધિ કરીએ. આપણે એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખીએ. સર્વે શાંતિ સ્થાપિત થાઓ. આવી લાગણી ધરાવનારનું મન શુદ્ધ રહે છે. શુદ્ધ મનથી શુદ્ધ ભાવિ ઉત્પન્ન થાય છે.
(૩) સૂતી વખતે:
कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः ॥
करचरणकृतं वाक् कायजं कर्मजं वा ।
श्रवणनयनजं वा मानसंवापराधं ।
विहितं विहितं वा सर्व मेतत् क्षमस्व ।
जय जय करुणाब्धे श्री महादेव शम्भो ॥
ભગવાન કૃષ્ણ, શ્રી હરિ, વાસુદેવના પુત્ર હે પરમાત્મા! તમરે શરણે આવનાર ના તમામના દુઃખોનો નાશ કરનાર ગોવિંદ તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે ભગવાન શિવ, કૃપા કરીને મારા હાથ, પગ, વાણી, શરીર અથવા શરીરના અન્ય કોઈપણ કર્મેન્દ્રિય દ્વારા કે કાન, આંખ અથવા મન જ્ઞાનેન્દ્રિય દ્વારા જાણતા-અજાણતા થયેલા તમામ અપરાધોને ક્ષમા કરો. હે મહાદેવ, શંભો! તમે કરુણાનો સાગર છો, તમારો મહિમા અપરંપાર છે.
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणम् त्वमेव त्वमेव सर्वम् मम देव देव ।
कायेन वाचा मनसेन्द्रियैर्वा । बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् ।
करोमि यद्यत्सकलं परस्मै । नारायणयेति समर्पयामि ॥
તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ ભાઈ છો, તમે જ મિત્ર છો, તમે જ જ્ઞાન છો, તમે જ ધન છો. હે દેવોના દેવ! તમેજ જ મારું સર્વસ્વ છે. હું નારાયણના ચરણોમાં સર્વસ્વ અર્પણ કરું છું. મારા શરીર, મન, વાણી, ઈન્દ્રિયો, બુદ્ધિ અને આત્મા દ્વારા તથા જાણીને કે અજ્ઞાનપણે મારા પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે જે કંઈ થઈ રહ્યું છે, તે હું નારાયણના ચરણોમાં અર્પણ કરું છું.