૧. અર્જુન વિષાદ યોગ

૧. અર્જુન વિષાદ યોગ

મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઇ ત્યારે અર્જુને એના પરમ મિત્ર અને સારથી એવા ભગવાન કૃષ્ણને પોતાનો રથ સેનાની મધ્યમાં લેવા જણાવ્યું જેથી તે જોઇ શકે કે શત્રુ પક્ષમાં કોણ કોણ લડવા માટે એકત્ર થયા છે. જ્યારે અર્જુને પોતાના અતિપ્રિય પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ અને કૃપાચાર્ય તથા નિકટના સગા સંબધીઓને નિહાળ્યા ત્યારે એનું હૈયું હાલી ઉઠ્યું. એને થયું કે આ બધાને હણીને રાજ્ય મેળવવું એના કરતાં તો નહી લડવું સારું. આમ કહી પોતાના ગાંડિવનો પરિત્યાગ કરી શોકાતુર બની અર્જુન રથમાં બેસી ગયો.


[ધૃતરાષ્ટ્રનો યુદ્ધ-વિવરણ વિશેનો પ્રશ્ન]

धृतराष्ट्र उवाच ।
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥1.1॥

ધૃતરાષ્ટ ઉવાચ ।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવહ ।
મામકા પંડવશ્ચેવ કીમકૂર્વત સંજય ॥

ધૃતરાષ્ટ ઉવાચ: ધૃતરાષ્ટ્ર બોલ્યા; ધર્મક્ષેત્રે: ધર્મભૂમિ; કુરુક્ષેત્રે: કુરુક્ષેત્રમાં; સમવેતા: એકઠા થયેલા; યુયુત્સવહ: યુદ્ધની ઈચ્છા ધરાવતા; મામકા: મારા; પંડવશ્ચેવ: પાંડુપુત્રોએ; કીમકૂર્વત: શું કર્યું?; સંજય: હે સંજય;

ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધની ઈચ્છા ધરાવતા પાંડુ અને મારા પુત્રોએ શું કર્યું?


[દ્રોણાચાર્યની પાસે જઈને દુર્યોધનની વાતચીત આરંભ કરવાનું વર્ણન.]

सञ्जय उवाच ।
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥1.2॥

સંજય ઉવાચ ।
દૃષ્ટવા તુ પાંડવનિકમ્ વ્યૂઢમ દૂર્યોધનસ્તદા ।
આચાર્ય ઉપસંગમ્ય રાજા વાચનમ અબ્રવીત ॥

સંજય ઉવાચ: સંજય બોલ્યા; દૃષ્ટવા તુ: જોયા પછી; પાંડવનિકમ્: પાંડવો ની સેનાને; વ્યૂઢમ: વ્યૂહ માં ગોઠવાયેલી; દૂર્યોધનસ્તદા: તે વખતે દુર્યોધને; આચાર્ય: આચાર્ય(દ્રોણાચાર્ય)પાસે ; ઉપસંગમ્ય: જઈને; રાજા: રાજા; વાચનમ: આ વચન; અબ્રવીત: કહ્યું;

સંજય બોલ્યા: તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું.


[વિશાળ પાંડવ સેના જોવા માટે દ્રોણાચાર્યને દુર્યોધનનો અનુરોધ.]

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम्‌ ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥1.3॥

પશયેતામ પાંડુપૂત્રાણામ આચાર્ય મહતિમ ચમૂમ ।
વ્યૂઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥

પશયેતામ: જુઓ આ; પાંડુપૂત્રાણામ: પાંડુ પુત્રોની; આચાર્ય: હે ગુરુદેવ/આચાર્ય; મહતિમ: અત્યંત વિશાળ; ચમૂમ: સેનાને; વ્યૂઢામ: વ્યૂહ આકારે ઉભી કરાયેલી; દ્રુપદપુત્રેણ: દ્રુપદપુત્ર (ધૃષ્ટદ્રુમન) વડે; તવ: આપના(તમારા); શિષ્યેણ:શિષ્ય ; ધીમતા: બુદ્ધિમાન;

હે ગુરુદેવ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્દ્રુપદપુત્ર ધૃષ્ટધુમન વડે વ્યૂહકારે ઉભી કરાયેલી પંડુપૂત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ.


[પાંડવ-સેનના મુખ્ય યોદ્ધાઓના નામ]

अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि‌ ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥1.4॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान्‌ ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥1.5॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्‌ ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥1.6॥

અત્ર શૂરા મહેશ્વાસા ભીમાઅર્જુનસમાં યુદ્ધિ ।
યુયુધનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથા ॥
ધૃષ્ટકેતુશ્ચચેકીતાનહ કાશીરાજશ્ચ વીર્યવાન ।
પુરુજિતકુંતિભોજશ્ચ શેબ્ચશ્ચ નરપુંગવહ ॥
યુધામન્યુષ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન ।
સોભાદ્રો દ્રોપદેયાશ્ચ સર્વ એવ મહારથા ॥

અત્ર: આ સેનામાં; શૂરા: શૂરવીર; મહેશ્વાસા: મોટાધનષો ધારણ કરનારા; ભીમાઅર્જુનસમાં: ભીમ અને અર્જુન જેવા; યુદ્ધિ: યુદ્ધમાં; યુયુધનો: સાત્યકિ અને; વિરાટશ્ચ: વિરાટ અને; દ્રુપદશ્ચ: રાજદ્રૂપદ અને; મહારથા: મહારથી; ધૃષ્ટકેતુશ્ચચેકીતાનહ: ધૃષ્ટકેતુ અને ચેકીતાન; કાશીરાજશ્ચ: કાશીરાજ અને; વીર્યવાન: બળવાન; પુરુજિતકુંતિભોજશ્ચ:પુરુજિત, કુંતીભોજ અને; શેબ્ચશ્ચ: શૈબ્ય અને; નરપુંગવહ: પુરુષશ્રેષ્ટ; યુધામન્યુષ્ચ: યુધામન્યુ અને; વિક્રાંત: પરાક્રમી; ઉત્તમોજાશ્ચ: ઉત્તમોજા અને; વીર્યવાન: બળવાન; સોભાદ્રો: સુભદ્રાપુત્ર(અભિમન્યુ) દ્રોપદેયાશ્ચ:દ્રોપદીપુત્રો જે; સર્વ: બધા; એવ: જ; મહારથા: મહારથીઓ;

આ સેનામાં મોટાં ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર - સાત્યકિ, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ અને પુરૂષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામાન્યું તથા બળવાન ઉત્તમોજા, શુભદ્રપુત્ર અભિમન્યુ તેમજ દ્રોપદીનાં પાચેયપુત્રો - બધાજ મહારથીઓ છે.


[પોતાની સેનાના મુખ્ય શૂરવીરોને સારી પેઠે જાણવા માટે દ્રોણાચાર્યને દુર્યોધનની પ્રાર્થના.]

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम‌ ।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥1.7॥

અસ્માકમ તુ વિશિષ્ટા યે તાન નિબોધ દ્વિજોત્તમ ।
નાયકા મમ સેન્યસ્ય સનજ્ઞાર્થ તાનબ્રવીમી તે ॥

અસ્માકમ:(હવે) આપણા સૈન્યમાં; તુ: પણ; વિશિષ્ટા:મુખ્ય શૂરવીરો; યે: જે; તાન: તેમને(પણ); નિબોધ: આપ જાણેલો; દ્વિજોત્તમ: હે દ્વિજશ્રેષ્ઠ; નાયકા: સેનાપતિએ(છે); મમ: મારી; સેન્યસ્ય: સેનાના(જેજે); સનજ્ઞાર્થ: જાણ ખાતર; તાનબ્રવીમી: તમને કાહુ છું;

હે દ્વિજશ્રેષ્ઠ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણીલો; આપની જાન ખાતર મારી સેનાનાં જેજે સેનાપતિઓ છે, તેમને હું કહું છું.


[એમનામાંથી કેટલાકના નામ તથા સર્વ વીરોના પરાક્રમ અને યુદ્ધ-કોશલનું વર્ણન.]

भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥1.8॥

ભાવાંભિષ્મચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિનજયઃ ।
અશ્વથામાં વિકર્નશ્ચ સોમદત્તીથેવ ચ ॥

ભાવાંભિષ્મચ: આપ સ્વયં અને પિતામહ ભીષ્મ; કર્ણશ્ચ: કર્ણ અને; કૃપશ્ચ: કૃપાચાર્ય; સમિતિનજયઃ: સંગ્રામવિજયી; અશ્વથામાં: અશ્વથામાં; વિકર્નશ્ચ: વિકર્ણ અને; સોમદત્તીથેવ: સોમદત્ત નો પુત્ર(ભૂરિશ્રવા) : પણ;

આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામવિજાયી કૃપાચાર્ય એવાજ અશ્વથામાં, વિકર્ણ અને સોમદત્ત નો પુત્ર ભૂરિશ્રવા.


अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥1.9॥

અન્યે ચ બહવહ શૂરા મદર્થે ત્યક્તજીવિતાહા ।
નાનાશસ્ત્રપ્રહારણા સર્વે યુદ્ધવિશારદાહા ॥

(આ સિવાય)

અન્યે: બીજા; : પણ; બહવહ: ઘણા બધા; શૂરા: શૂરવીરો; મદર્થે: મારા માટે; ત્યક્તજીવિતાહા: જીવનની આશા ત્યજનારા; નાનાશસ્ત્રપ્રહારણા: અનેક પ્રકારના શસ્ત્રથી સજ્જ; સર્વે: (તેમજ) સર્વે; યુદ્ધવિશારદાહા: યુદ્ધમા નિપુણ;

આ સિવાય બીજા પણ મારા માટે જીવનની આશા ત્યજનારા ઘણા બધા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમા નિપુણ છે.


[દુર્યોધન દ્વારા પાંડવ સેનાને અજેય/પર્યાપ્ત બતાવવી.]

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥1.10॥

અપર્યાપ્તમ તત્ અસમાકમ બલમ ભીષ્માભિરક્ષિતમ ।
પર્યાપ્તમ તુ ઇદમ એતેષામ બલમ ભીમાભિરક્ષિતમ ॥

અપર્યાપ્તમ: અપરિમિત હોવાને લીધે બધીજ રીતે અજેય છે; તત્: તે; અસમાકમ: આપણી; બલમ: સેના; ભીષ્માભિરક્ષિતમ: ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી; પર્યાપ્તમ: પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે; તુ: જ્યારે; ઇદમ: આ; એતેષામ: આ લોકોની; ભીમાભિરક્ષિતમ: ભીમ વડે રક્ષાયેલી;

ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી આ સેના અપરિમિત/અપર્યાપ્ત/અપૂરતી લાગે છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેના તો પરિમિત/પર્યાપ્ત/પૂરતી લાગે છે.


[બધા વીરોને ભીષ્મની રક્ષા કરવા માટે દુર્યોધનનો અનુરોધ.]

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥1.11॥

અયનેષું ચ સર્વેષુ યથાભાગમ અવસ્થિતાઃ ।
ભીષ્મમ એવ અભિરક્ષંતુ ભવંત સર્વે એવ હિ ॥

અયનેષું: વ્યૂહદ્વારો પર; : આથી; સર્વેષુ: બધાં; યથાભાગમ: પોતપોતાની જગ્યાએ; અવસ્થિતાઃ: રહેલા; ભીષ્મમ: ભીષ્મપિતામહનું; એવ: જ; અભિરક્ષંતુ: બધી બાજુથી રક્ષણ કરો; ભવંત: તમે; સર્વેએવ: બધાય; હિ: સજાગ રહીને;

આથી બધાં વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મપિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો.


[દુર્યોધનની પ્રસન્નતા માટે ભીષ્મ દ્વારા ગરજીને શંખ વગાડવાનું અને કૌવરવ-સેનામાં શંખ-નગારા વગેરે જાત-જાતના વધો એકસાથે વાગી ઊઠવાનું વર્ણન.]

तस्य संजनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥1.12॥

તસ્ય સંજયન હર્ષમ કુરુવૃદ્ધહ પિતામહહ ।
સિંહનાદમ વિનધ ઉચ્ચેહે શંખમ દધમો પ્રતાપવાન ॥

તસ્ય: તે (દુર્યોધન)ના (હ્રદયમાં); સંજયન: જન્માવતાં; હર્ષમ: હરખ; કુરુવૃદ્ધહ: કૌવરવોમાં વૃદ્ધ; પિતામહહ: પિતામહ ભીષ્મે; સિંહનાદમ: સિહની જેમ; વિનધ: ગરજીને; ઉચ્ચેહે: જોરથી; શંખમ: શંખ; દધમો: વગાડ્યો; પ્રતાપવાન: મહાન પ્રતાપી;

કૌવરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હ્રદયમાં હરખ જન્માવતાં જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો.


ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत् ॥1.13॥

તતઃ શંખા શ્ચ ભેર્ય શ્ચ પણવાનકગોમુખાઃ ।
સહસા એવ અભ્યહ્નયંત સ શબ્દ તુમુલ અભવત ॥

તતઃ: પછી; શંખાશ્ચ: શંખ અને; ભેર્યશ્ચ: નગારા અને; પણવાનક: ઢોલ, મૃદંગ; ગોમુખાઃ: (તેમજ) રણશીંગા(વગેરે વાધો); સહસા એવ: એકસાથે જ; અભ્યહ્નયંત: વાગી ઊઠ્યા; : (તેમનો) એ; શબ્દ: અવાજ; તુમુલ: ઘણો ભયંકર; અભવત: થયો;

પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ, તેમજ રણશીંગા વગેરે વાધો એકસાથે જ વાગી ઉઠ્યા; તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો.


[એક પછી એક શ્રી કૃષ્ણ, અર્જુન, ભીમસેન, યુદ્ધિષ્ઠિર, નકુલ, સહદેવ તથા પાંડવ સેનાના અન્ય તમામ યુદ્ધાઓ દ્વારા પોત-પોતાના શંખો વગાડવા]

ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥1.14॥

તતહ શ્વેત હર્યેહે યુક્તે મહતિ સ્યંદને સ્થિતો ।
માધવહ પાંડવહ ચ એવ દીવ્યો શંખો પ્રદધમતુઃ ॥

તતહ: ત્યાર પછી; શ્વેત: શ્વેત; હર્યેહે: અશ્વો; યુક્તે: જોડેલા; મહતિ: ઉત્તમ; સ્યંદને: રથમાં; સ્થિતો: બેઠેલા; માધવહ: શ્રી કૃષ્ણ મહારાજ; પાંડવહ: અર્જુને; : અને; એવ: પણ; દીવ્યો: અલૌકિક; શંખો: શંખ; પ્રદધમતુઃ: વગાડ્યા;

ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજ અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા.


पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनंजयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥1.15॥

પાંચજન્યમ હૃષિકેશહ દેવદત્તમ ધનંજયઃ ।
પોન્ડ્રમ દધમો મહાશંખમ ભીમકર્મા વૃદોકરઃ ॥

પાંચજન્યમ: પાંચજન્ય નામનો; હૃષિકેશહ: શ્રીકૃષ્ણ મહારાજે; દેવદત્તમ: દેવદત્ત નામનો (અને); ધનંજયઃ: અર્જુને; પોન્ડ્રમ: પોંડ્ર નામનો; દધમો: વગાડ્યો; મહાશંખમ: મહાશંખ; ભીમકર્મા: ભયાનક કર્મ કરનાર; વૃદોકરઃ: ભીમસેને;

શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોંડ્ર નામનો મહાશંખ વગાડ્યો.


अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥1.16॥

અનંતવિજયમ રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિર ।
નકુલ સહદેવ ચ સુઘોષ મણિપુષ્પકો ॥

અનંતવિજયમ: અનંતવિજય નામનો; રાજાકુંતીપુત્ર: કુંતીપુત્ર રાજા ; યુધિષ્ઠિર: યુધિષ્ઠિરે; નકુલ: નકુલ; સહદેવ: સહદેવે; : તથા; સુઘોષ: સુઘોષ; મણિપુષ્પકો: મણિપુષ્પક નામના(શંખ વગાડ્યા);

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા.


काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥1.17॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक् ॥1.18॥

કાશ્યહ ચ પરમેશ્વાશહ શિખંડી ચ મહારથ ।
ધૃષ્ટધુમ્નહ વિરાટહ ચ સાત્યકિ ચ અપરાજિતહ ॥
દ્રુપદહ દ્રોપદેયાહા ચ સર્વશહ પૃથ્વીપતે ।
સોભદ્રહ ચ મહાબાહુ શંખાન દધમુહુ પૃથક પૃથક ॥

કાશ્યહ: કાશીરાજ; : અને; પરમેશ્વાશહ: શ્રેષ્ઠ ધનુર્ધારી; શિખંડી: શિખંડી; : અને; મહારથ: મહારથી; ધૃષ્ટધુમ્નહ: ધૃષ્ટધુમ્ન; વિરાટહ: રાજા વિરાટ; : અને; સાત્યકિ: સાત્યકિ; : અને; અપરાજિતહ: અજેય; દ્રુપદહ: રાજા દ્રુપદ; દ્રોપદેયાહા: દ્રોપદીના પંચેય પુત્રો; : અને; સર્વશહ: બધી બાજુએથી; પૃથ્વીપતે: રાજન!; સોભદ્રહ: સુભદ્રાપુત્ર અભિમન્યુ (આ સૌએ); : અને; મહાબાહુ: મહાબાહુ; શંખાન: શંખો; દધમુહુ: વગાડ્યા; પૃથક પૃથક: જુદા જુદા;

શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટધુમ્ન, રાજા વિરાટ, અજેય સાત્યકિ, રાજા દ્રુપદ, દ્રોપદીના પંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ - આ સૌએ, હે રાજન! બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા.


[પાંડવ સેનના ભયંકર શંખ ધ્વનિથી આકાશ અને પૃથ્વી નું ગુંજી ઊઠવાનું તેમજ દુર્યોધન આદિના વ્યથિત થવાનું વર્ણન]

स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ॥1.19॥

સ ઘોષો ધ્રાત્રરાષ્ટ્રનાં હૃદયની વ્યદારયત ।
નભશ્ચ પૃથ્વી ચૈવ ત્રુમુલો વ્યનુંનાદયાન ॥

: અને; સઃ: તે; તુમુલઃ: ભયાનક; ઘોષઃ: નાદે; નભઃ: આકાશ; : અને; પૃથિવીમ: પૃથ્વીને; અવ: પણ; વ્યનુનાદયન: ગજાવતા; ધ્રાત્રરાષ્ટ્રાણાં: ધાર્તરાષ્ટોના(એટલે કે આપના પક્ષધારીઓ ના); હૃદયાની: હૃદય; વ્યદારયત: ચીરી નાખ્યા;

તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટોના એટલે કે આપના પક્ષધારીઓ ના હૃદય ચીરી નાંખ્યા.


[ધૃતરાષ્ટ્ર ના પુત્રોને યુદ્ધ માટે સજ્જ જોઈને અર્જુનનું શ્રીકૃષ્ણને પોતાનો રથ બંને સેનાઓની વચે લઇ જવા કહેવું]

अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥1.20॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते ।
अर्जुन उवाच ।
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ॥1.21॥

અથ વ્યવસ્થિતાન દૃષ્ટવા ધાર્તરાષ્ટ્રાં કપિધ્વજ ।
પ્રવૃતે શસ્ત્ર સંપાતે ધનુરુધામ્ય પાંડવહ ॥
હૃષીકેશ તદા વાક્યમિદમાહ મહીપતે ।
અર્જુન ઉવાચ ।
સેનયો રૂભયોમધ્યે રથમ સ્થાપય મેં અચ્યુત ॥

અથ: તે પછી; વ્યવસ્થિતાન: યુદ્ધ માટે સજ્જ થયેલા; દૃષ્ટવા: જોઈને; ધાર્તરાષ્ટ્રાં: ધૃતરાષ્ટ્ર સબંધીઓને; કપિધ્વજ: કપિધ્વજ; પ્રવૃતે: તૈયારી વેળાએ; શસ્ત્રસંપાતે: શસ્ત્રપ્રહારની; ધનુરુધામ્ય: ધનુષ ઉપાડીને; પાંડવહ: અર્જુને; હૃષીકેશ તદા વાક્યમ: વચન; ઈદમ: આ; આહ: કહ્યું; મહીપતે: હે રાજન!; સેનયો: સેનાઓની; ઉભયો: બંને; મધ્યે: વચે (ત્યાસુધી); રથમ: રથને; સ્થાપય: ઉભો રાખો; મેં: મારા; અચ્યુત: હે અચ્યુત!(જેને ડગાવી ના શકત તેવા);

હે રાજન! તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સબંધીઓને જોઈને, એ શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હૃષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું - “હે અચ્યુત! મારા રથને બંને સેનાઓની વચે ત્યાસુધી ઉભો રાખો,


[રથ ને ત્યાં ઉભો રાખવાનો સંકેત કરીને સેના જોવાની ઇચ્છા વ્યક્ત કરવી]

यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन्रणसमुद्यमे ॥1.22॥

યાવદેતાન્નિરીક્ષેઽહં યોધુકામાનવસ્થિતાન્ ।  
કૈર્મયા સહ યોધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ॥

યાવત્: જ્યાં સુધી; એતાન્: આ લોકોને; નિરીક્ષે: હું જોઈ શકું; અહં: હું; યોધુકામાન્: યુદ્ધ માટે ઇચ્છુક; અવસ્થિતાન્: સ્થાન લીધેલ; કૈઃ: કોના સાથે; મયા: મારાથી; સહ: સાથે; યોધવ્યમ્: યુદ્ધ કરવાનું છે; અસ્મિન્: આમાં; રણસમુદ્યમે: યુદ્ધમાં

જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધ ની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોધ્ધાઓને હું સારી પેઠે જોઈ ન લઉ; આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ લઉ ત્યાસુધી તેને ઉભો રાખો.


योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥1.23॥

યોત્સ્યમાનાનવેક્ષેઽહં ય એતેઽત્ર સમાગતાઃ ।  
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ ॥

યોત્સ્યમાનાન્: યુદ્ધ કરવા ઇચ્છુક; અવેક્ષે: જોવા માંગું છું; અહં: હું; યે: જે લોકો; એતે: આ બધા; અત્ર: અહીં; સમાગતાઃ: એકત્રિત થયેલા છે; ધાર્તરાષ્ટ્રસ્ય: ધૃતરાષ્ટ્રના પુત્ર; દુર્બુદ્ધેઃ: દુર્મતિવાળા (મંદબુદ્ધિ); યુદ્ધે: યુદ્ધમાં; પ્રિયચિકીર્ષવઃ: જેમને તેનો (ધૃતરાષ્ટ્રનો) મનોરથ સિદ્ધ કરવો છે અથવા તો પ્રિય કરવું છે.

દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જેજે રજાઓ આ સૈન્ય માં આવ્યા છે, તે સૌ યુદ્ધ કરનારાઓને સારી રીતે જોઉં તો ખરો!”


संजय उवाच ।
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥1.24॥

સંજય ઉવાચ ।  
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।  
સેનયોરुभयोર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥

સંજય ઉવાચ: સંજયએ કહ્યું; એવમુક્તઃ: આ રીતે કહ્યા પછી; હૃષીકેશઃ: શ્રી કૃષ્ણ (ઇન્દ્રિયોના ઈશ્વર); ગુડાકેશેન: ગુડાકેશ એટલે જેણે નિદ્રા પર પ્રભુત્વ મેળવ્યું છે (અર્જુન) દ્વારા; ભારત: હે ભારત (ધૃતરાષ્ટ્ર); સેનયોઃ: બંને સેનાઓની; ઉભયોઃ: બંને તરફની; મધ્યે: વચ્ચે; સ્થાપયિત્વા: ઊભો રાખીને; રથોત્તમમ્: શ્રેષ્ઠ રથ

સંજયે કહ્યું: હે ભારત (ધૃતરાષ્ટ્ર)! જ્યારે ગુડાકેશ (અર્જુન) દ્વારા આ રીતે કહેવામાં આવ્યું, ત્યારે હૃષીકેશ શ્રી કૃષ્ણે શ્રેષ્ઠ રથને બંને સેનાઓના વચ્ચે ઊભો રાખ્યો.


भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् ।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥1.25॥

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ ।  
ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્ કુરૂનિતિ ॥

ભીષ્મદ્રોણપ્રમુખતઃ: ભીષ્મ અને દ્રોણને આગવે રાખી; સર્વેષાં: તમામ; : અને; મહીક્ષિતામ્: રાજાઓના; ઉવાચ: કહ્યું; પાર્થ: હે પાર્થ (અર્જુન); પશ્ય: જોયે; એતાન્: આ લોકોને; સમવેતાન્: એકત્ર થયેલા; કુરૂન્: કુરુવંશીઓને; ઇતિ: એમ કહી

શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું: હે પાર્થ! અહીં ભીષ્મ, દ્રોણ અને અન્ય તમામ રાજાઓ સામે નજર નાંખ - યુદ્ધ માટે એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો.


तत्रापश्यत्स्थितान्पार्थः पितृ़नथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातृ़न्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥1.26॥

તત્રાપશ્યત્થિતાન્ પાર્થઃ પિતૃનથ પિતામહાન્ ।  
આચાર્યાન્ માતુલાન્ ભ્રાતૃન્ પુત્રાન્ પૌત્રાન્ સખીન્ તથા ॥

તત્ર: ત્યાં; અપશ્યત્: જોયાં; સ્થિતાન્: ઊભેલા; પાર્થઃ: અર્જુન; પિતૃન્: પિતા સમાન (કાકા, ચાચા વગેરે); અથ: અને; પિતામહાન્: દાદા અને પિતામહ; આચાર્યાન્: ગુરુઓને; માતુલાન્: મામા જાતે લોકો; ભ્રાતૃન્: ભાઈઓને; પુત્રાન્: પુત્રોને; પૌત્રાન્: પૌત્રો (પૌત્ર = પૌત્ર વંશજ); સખીન્: મિત્રોને; તથા: તેમજ

ત્યાં પોતાના પિતૃજનો, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો અને મિત્રો વગેરે તથા,


श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ।
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान् ॥1.27॥

શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરुभयोરપિ ।  
તાન્શમીક્ષ્ય સ કૌંતેયઃ સર્વાન્બંધૂનવસ્થિતાન્ ॥

શ્વશુરાન્: શ્વસુર (સસરા અને એમના વર્ગના સાથિયો); સુહૃદઃ: સ્નેહી મિત્રો; : અને; એવ: પણ; સેનયોઃ: બંને સેનાઓમાં; ઉભયોઃ: બંને તરફના; અપિ: પણ; તાન્: તેમને; શમીક્ષ્ય: વિગતે જોઈને; સ:: એ (અર્જુન); કૌંતેયઃ: કુંતીપુત્ર અર્જુન; સર્વાન્: બધા; બંધૂન્: સંબંધીઓ; અવસ્થિતાન્: ઊભેલા

અર્જુને બંને સેનાઓમાં પોતાના શ્વસુરો અને મિત્રો સહિત સકાંલ બધાં જ સંબંધીઓ ઊભેલા જોયા.


अर्जुन उवाच ।
कृपया परयाऽऽविष्टो विषीदन्निदमब्रवीत् ।
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥1.28॥

અર્જુન ઉવાચ ।  
કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ ।  
દૃષ્ટ્વેમં સ્વજન્મ્ કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ॥

અર્જુન ઉવાચ: અર્જુને કહ્યું; કૃપયા પરયા આવિષ્ટઃ: ગાઢ કરુણાથી ઊભરાય જવું; વિષીદન્: શોકગ્રસ્ત થઈને; ઇદમ્: આ (વચન); અબ્રવીત્: કહ્યું; દૃષ્ટ્વા: જોઈને; ઇમં: આ; સ્વજન્મ્: પોતાનાં જ જાતિજનોને; કૃષ્ણ: હે કૃષ્ણ!; યુયુત્સુમ્: યુદ્ધ માટે આતુર; સમુપસ્થિતમ્: અહીં ઉપસ્થિત

અર્જુને કહ્યું: હે કૃષ્ણ! યુદ્ધ કરવા ઉત્સુક પોતાના સ્વજનોને અહીં ઉપસ્થિત જોયને, હું ખૂબ જ કરુણ અને શોકગ્રસ્ત થઈ ગયો છું.


सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ॥1.29॥

સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ।  
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ॥

સીદન્તિ: શિથિલ થઈ જાય છે, કમજોર થાય છે; મમ: મારા; ગાત્રાણિ: અંગો; મુખં: મોં; : અને; પરિશુષ્યતિ: સુકાઈ ગયું છે; વેપથુઃ: કંપન (કાંપ); : અને; શરીરે: શરીરમાં; મે: મારે; રોમહર્ષઃ: રોમાંચ, વાળ ઊભા થવા; : અને; જાયતે: થાય છે

મારા અંગો શિથિલ થઈ ગયા છે, મોં સુકાઈ ગયું છે, શરીરમાં કંપન થઈ રહ્યું છે અને વાળ ઊભા થઈ રહ્યા છે.


गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ॥1.30॥

ગાંડીવં સ્રંસતે હસ્તાત્ ત્વક્ચૈવ પરિદહ્યતે ।  
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ॥

ગાંડીવં: અર્જુનનો ધનુષ્ય; સ્રંસતે: સરી જાય છે, હાથમાંથી છૂટી જાય છે; હસ્તાત્: હાથમાંથી; ત્વક્: ત્વચા (ચામડી); : અને; એવ: પણ; પરિદહ્યતે: બળી રહી છે; ન ચ: અને નહિં; શક્નોમિ: હું સમર્થ નથી; અવસ્થાતું: ઊભો રહેવા માટે; ભ્રમતીવ: ભટકે છે જેમ; : અને; મે: મારું; મનઃ: મન

મારું ગાંડીવ ધનુષ્ય હાથમાંથી સરી જાય છે, ચામડી બળી રહી છે, હવે હું ઊભો રહી શકતો નથી અને મારું મન ભટકતું લાગે છે.


निमित्तानि च पश्यामि विपरीतानि केशव ।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ॥1.31॥

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।  
ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥

નિમિત્તાનિ: સંકેતો, લક્ષણો; : અને; પશ્યામિ: હું જોઈ રહ્યો છું; વિપરીતાનિ: ઉલટા, અશુભ; કેશવ: હે કેશવ! (કૃષ્ણનું નામ); ન ચ: અને નહિ; શ્રેયઃ: કલ્યાણકારક, સારું પરિણામ; અનુપશ્યામિ: હું જોઈ શકતો નથી, હું નથી જોતો; હત્વા: મારીને; સ્વજનમ્: પોતાના જ જાતિજનને; આહવે: યુદ્ધમાં

હે કેશવ! મને તો સર્વત્ર અશુભ સંકેતો જ દેખાઈ રહ્યા છે, અને હું પોતાનાં સ્વજનોને યુદ્ધમાં મારીને કોઇ કલ્યાણકારક પરિણામ નહિં જોઈ શકતો.


न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च ।
किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥1.32॥

ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ ।  
કિં નો રાજ્યેન ગોવિંદ કિં ભોગૈર્જીવિતેન વા ॥

: નહિ; કાંક્ષે: ઇચ્છું; વિજયમ્: વિજય; કૃષ્ણ: હે કૃષ્ણ! ન ચ: અને નહિ; રાજ્યમ્: રાજ્ય; સુખાનિ: સુખો પણ કિં: શું કામ?; નઃ: આપણને; રાજ્યેન: રાજ્યથી; ગોવિંદ: હે ગોવિંદ! કિં: શું કામ?; ભોગૈઃ: ભોગો સાથે; જીવિતેન: જીવન સાથે પણ; વા: કે

હે કૃષ્ણ! મને ન તો વિજયની ઈચ્છા છે, ન રાજ્યની અને ન જ સુખોની. હે ગોવિંદ! એવું રાજ્ય શેના કામનું? એવા ભોગો અને એ જીવનનું પણ શું કામ?


येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च ।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥1.33॥

યેષામર્થે કાંક્ષિતં નઃ રાજ્યં ભોગાઃ સુખાનિ ચ ।  
ત ઈમેઽવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ॥

યેષામ્ અર્થે: જેમના માટે; કાંક્ષિતમ્: ઇચ્છેલું છે; નઃ: આપણું; રાજ્યમ્: રાજ્ય; ભોગાઃ: ભોગો; સુખાનિ: સુખો; તેઃ: તે બધાં; ઇમે: આ અહીં; અવસ્થિતાઃ: ઊભેલા છે; યુદ્ધે: યુદ્ધમાં; પ્રાણાન્: જીવો; ત્યક્ત્વા: ત્યાગીને; ધનાનિ: ધન સંપત્તિ; : પણ

જેમના માટે આપણે રાજ્ય, ભોગો અને સુખોની ઈચ્છા રાખીએ છીએ, એ બધાં લોકો આજે અહીં યુદ્ધ માટે ઊભા છે — તેઓએ પોતાના પ્રાણો અને ધનસંપત્તિ ત્યાગવાની તૈયારી કરી છે.


आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः ।
मातुलाः श्चशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा ॥1.34॥

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ।  
માતુલાઃ શ્ચશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબંધિનસ્તથા ॥

આચાર્યાઃ: ગુરુઓ; પિતરઃ: પિતૃજન (પિતા, કાકા વગેરે); પુત્રાઃ: પુત્રો; તથૈવ: તેમજ; : અને; પિતામહાઃ: દાદા તથા વડીલ જન; માતુલાઃ: મામાઓ; શ્ચશુરાઃ: શ્વસુર લોકો; પૌત્રાઃ: પૌત્રો (દોહિત્રો); શ્યાલાઃ: સાળા (પત્નીના ભાઈઓ); સંબંધિનઃ: અન્ય સગાં સંબંધીઓ; તથા: પણ

અહીં ગુરુઓ, પિતૃજન, પુત્રો, પિતામહો, મામાઓ, શ્વસુરો, પૌત્રો, સાળા અને અન્ય સંબંધીઓ પણ છે.


एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ।
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते ॥1.35॥

એતાન્ન હંતુમિચ્છામિ ઘ્નતોઽપિ મધુસૂદન ।  
અપિ ટ્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ॥

એતાંન્: આ (જ્ઞાતિજનને); હંતુમ્: મારવા માટે; ઇચ્છામિ: ઇચ્છતો નથી; ઘ્નતઃ અપિ: ભલે તેઓ મને મારી નાખવા ઈચ્છે તો પણ; મધુસૂદન: હે મધુસૂદન (કૃષ્ણનું નામ — મધુ દૈત્યના સંહારક); અપિ: ભલે પણ; ટ્રૈલોક્યરાજ્યસ્ય: ત્રણે લોકોના રાજ્ય માટે પણ; હેતોઃ: હેતુથી, બદલામાં; કિં નુ: તો પૃથ્વી માટે તો એ કેટલી નછૂટકે વાત છે! મહીકૃતે: માત્ર પૃથ્વી મેળવવા માટે

હે મધુસૂદન! એ લોકો મને મારી નાખવા ઇચ્છે તો પણ, હું તેમને મારવાની ઇચ્છા નથી રાખતો — ભલે ત્રણે લોકોના રાજ્ય માટે કેમ ન હોય; તો માત્ર પૃથ્વી માટે તો શું કહીએ?


निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ।
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिनः ॥1.36॥

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃકા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન ।  
પાપમેવાશ્રયેદસ્માન્ હત્વૈતાનાતતાયિનઃ ॥

નિહત્ય: મારીને; ધાર્તરાષ્ટ્રાન્: ધૃતરાષ્ટ્રના પુત્રોને; નઃ: આપણને; કા: કઈ; પ્રીતિઃ: ખુશી, આનંદ; સ્યાત્: થશે; જનાર્દન: હે જનાર્દન (લોકોના દુઃખો હરનાર શ્રીકૃષ્ણ); પાપમ્: પાપ; એવ: નિશ્ચયરૂપે; આશ્રયેત્: આવે, આવરી લે; અસ્માન્: આપણને; હત્વા: મારીને; એતાંન્: આ લોકોને; આતતાયિનઃ: આતતાયી કરનારાઓ (અપરાધી, અક્રમણકારી)

હે જનાર્દન! ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને આપણને કઈ ખુશી મળશે? અમે તો આ આતતાયી (આક્રમણકારીઓ)ને મારીને પાપના ભાગીદાર જ બનશું.


तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् ।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ॥1.37॥

તસ્માન્નાર્હા વયં હંતું ધાર્તરાષ્ટ્રાન્ સ્વબાંધવાન્ ।  
સ્વજન્મ્ હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ॥

તસ્માત્: તેથી; ન આર્હાઃ: લાયક નથી, યોગ્ય નથી; વયં: અમે; હંતુમ્: મારી નાખવા; ધાર્તરાષ્ટ્રાન્: ધૃતરાષ્ટ્રના પુત્રોને; સ્વબાંધવાન્: પોતાના સંબંધીઓને; સ્વજન્મ્: પોતાનાં જ લોકોને; હિ: નિશ્ચિતરૂપે; કથં: કેવી રીતે?; હત્વા: મારીને; સુખિનઃ સ્યામ: સુખી થઈ શકીશું?; માધવ: હે માધવ! (શ્રીકૃષ્ણનું નામ)

તેથી, હે માધવ! ધૃતરાષ્ટ્રના પુત્રો અને પોતાના જ સંબંધીઓને મારી નાખવા અમે લાયક નથી. કારણ કે, પોતાના જ સ્વજનોને મારીને અમે સુખી કેવી રીતે રહી શકીશું?


यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः ।
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् ॥1.38॥

યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ ।  
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ॥

યદ્યપિ: ભલે પણ; એતે: આ લોકો; ન પશ્યન્તિ: નથી જોતા (સમજતા); લોભોપહત ચેતસઃ: લોભથી આચ્છાદિત ચિંતનવાળા; કુલક્ષયકૃતમ્: કુળનાશથી થતો; દોષમ્: દોષ (અપરાધ); મિત્રદ્રોહે: મિત્રો વિરુદ્ધ દ્રોહ કરવાથી; : અને; પાતકમ્: મહાપાપ

ભલે આ લોભથી ઢંકાઈ ગયેલા લોકો કુળનાશથી થતો દોષ અને મિત્રો સામે દ્રોહ કરવાનું પાપ નથી સમજી શકતા.


कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् ।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ॥1.39॥

કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ ।  
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન ॥

કથં ન: કેમ નહિ?; જ્ઞેયમ્: સમજવું જોઈએ; અસ્માભિઃ: આપણા દ્વારા; પાપાત્: પાપથી; અસ્માન્ નિવર્તિતુમ્: આપણને દૂર રહેવું (પાછા ફરવું); કુલક્ષયકૃતમ્ દોષમ્: કુળનાશથી થતો દોષ; પ્રપશ્યદ્ભિઃ: સ્પષ્ટ રીતે જોઈ શકતા; જનાર્દન: હે જનાર્દન! (શ્રીકૃષ્ણનું નામ)

હે જનાર્દન! જે અમે કુળનાશથી થતો દોષ સ્પષ્ટ જોઈ શકીએ છીએ, તો આપણને એ પાપથી દૂર રહેવું જોઈએ — આ સમજવું કેમ નહિ જોઈએ?


कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः ।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत ॥1.40॥

કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।  
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત ॥

કુલક્ષયે: જ્યારે કુળનો નાશ થાય છે ત્યારે; પ્રણશ્યન્તિ: નષ્ટ થાય છે; કુલધર્માઃ: કુળના સદગુરુ ધર્મો; સનાતનાઃ: શાશ્વત, ઐતિહાસિક રીતે ચાલ્યા આવતાં; ધર્મે નષ્ટે: જ્યારે ધર્મ નષ્ટ થાય છે ત્યારે; કુલમ્: આખું કુળ; કૃત્સ્નમ્: સમગ્ર; અધર્મઃ: અધર્મ; અભિભવતિ: છવાઈ જાય છે, પ્રભુત્વ પ્રાપ્ત કરે છે; ઉત: નિશ્ચયરૂપે, ખરેખર

જ્યારે કોઈ કુળનો નાશ થાય છે, ત્યારે તેના શાશ્વત અને પરંપરાગત ધર્મો પણ નષ્ટ થાય છે. અને જ્યારે એ ધર્મો નાશ પામે છે, ત્યારે આખું કુળ અધર્મના પ્રભાવમાં આવી જાય છે.


अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः ।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः ॥1.41॥

અધર્માભિભવાત્ કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।  
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ ॥

અધર્માઽભિભવાત્: અધર્મના પ્રભુત્વથી; કૃષ્ણ: હે કૃષ્ણ! પ્રદુષ્યન્તિ: બગડી જાય છે, દૂષિત થાય છે; કુલસ્ત્રિયઃ: કુળની સ્ત્રીઓ; સ્ત્રીષુ દુષ્ટાસુ: સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે; વાર્ષ્ણેય: હે વાર્ષ્ણેય! (વૃષ્ણિવંશજ કૃષ્ણનું બીજું નામ); જાયતે: જન્મે છે; વર્ણસંકરઃ: વર્ણસંકર (વિગર વિધિના મિલનથી ઊભેલો સંકર જાતિવાળો સંતાન)

હે કૃષ્ણ! જ્યારે અધર્મનો પ્રભાવ વધે છે, ત્યારે કુળની સ્ત્રીઓ દુષિત થાય છે; અને હે વાર્ષ્ણેય! સ્ત્રીઓ દુષિત થાય ત્યારે વર્ણસંકર સંતાનનું જન્મ થાય છે.


सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च ।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः ॥1.42॥

સંકરોઃ નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ ।  
પતન્તિ પિતરોઃ હ્યેષાં લુપ્તપિંડોદકક્રિયાઃ ॥

સંકરઃ: વર્ણસંકર સંતાન; નરકાય એવ: નિશ્ચિતરૂપે નરક માટે જ; કુલઘ્નાનાં: કુળનો નાશ કરનારાઓના; કુલસ્ય ચ: અને તેમના આખા કુળ માટે પણ; પતન્તિ: પડી જાય છે; પિતરઃ: પૂર્વજો (પિતૃગણ); હિ: નિશ્ચિતપણે; એષામ્: એ લોકોના; લુપ્ત પિંડ ઉદક ક્રિયાઃ: જ્યારે શ્રાદ્ધ અને તર્પણ જેવી પિતૃક્રિયાઓનષ્ટ થાય છે

વર્ણસંકર સંતાન તો નિશ્ચિતપણે કુળનો નાશ કરનારાઓ અને તેમના કુળ માટે નરકનો માર્ગ બને છે. એવાં લોકોના પિતૃઓ શ્રાદ્ધ અને તર્પણ જેવી પવિત્ર ક્રિયાઓ નષ્ઠ થતાં પતિત થઇ જાય છે.


दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः ।
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ॥1.43॥

દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસંકરકારકૈઃ ।  
ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ॥

દોષૈઃ એતૈઃ: આ દોષો દ્વારા; કુલઘ્નાનાં: કુળનો નાશ કરનારાઓના; વર્ણસંકરકારકૈઃ: વર્ણસંકર ઉત્પન્ન કરનારા (કારણભૂત); ઉત્સાદ્યન્તે: નષ્ટ થઈ જાય છે, વિનાશ પામે છે; જાતિધર્માઃ: જાતિપ્રતિના ધર્મો (જાતિના નિયમો અને રીતીઓ); કુલધર્માઃ: કુળના ધર્મો (પરંપરાગત વ્હીવટ અને સંસ્કાર); : અને; શાશ્વતાઃ: શાશ્વત, સદાય ચાલતા આવેલા

આ વર્ણસંકર ઉત્પન્ન કરનારા દોષોથી કુળનો નાશ કરનારાઓના કારણે શાશ્વત જાતિધર્મો અને કુળધર્મો પણ નષ્ટ થઈ જાય છે.


उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ।
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम ॥1.44॥

ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।  
નરકેऽનિયતં વસોઃ ભવતીત્યનુશુશ્રુમ ॥

ઉત્સન્ન કુલધર્માણાં: જેમના કુળધર્મો નષ્ટ થઈ ગયા છે એવા લોકોના; મનુષ્યાણાં: મનુષ્યોના; જનાર્દન: હે જનાર્દન (લોકોના દુઃખો હરનાર કૃષ્ણ); નરકે: નરકમાં; અનિયતં: અચોક્કસ સમય સુધી, અનંતકાલ સુધી; વાસઃ: નિવાસ (રહેઠાણ); ભવતી: થાય છે; ઇતિ: આ રીતે; અનુશુશ્રુમ: અમે સાંભળ્યું છે (શાસ્ત્રો/આચાર્યો પાસેથી)

હે જનાર્દન! જેમના કુળધર્મો નષ્ટ થઈ ગયા હોય તેવા મનુષ્યોનું નરકમાં અનંતકાળ સુધી વસવાટ થતું હોય છે — એવું અમે શાસ્ત્રો પાસેથી સાંભળ્યું છે.


अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् ।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥1.45॥

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતાઃ વયમ્ ।  
યદ્ રાજ્યસુખલોભેન હંતું સ્વજનમુદ્યતાઃ ॥

અહોઃ બત: અરે! દુઃખદ indeed!; મહત્ પાપમ્: વિશાળ પાપ (ભયંકર પાપ); કર્તું: કરવા માટે; વ્યવસિતાઃ: નક્કી થઈ ગયા છીએ, તત્પર થયા છીએ; વયમ્: અમે; યત્: કારણ કે; રાજ્યસુખલોભેન: રાજ્ય અને સુખના લોભથી; હંતું: મારી નાખવા; સ્વજનમ્: પોતાના જ જાતિજનને, સગાંને; ઉદ્યતાઃ: ઉદ્દત થયા છીએ, તત્પર થયા છીએ

અરે! કેટલું મોટું પાપ કરવા માટે તો અમે તત્પર થઈ ગયા છીએ — રાજ્ય અને સુખના લોભમાં આવીને, પોતાના જ સ્વજનોને મારવા માટે ઊભા છીએ!


यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः ।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥1.46॥

યદિ મામપ્રતિકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ ।  
ધાર્તરાષ્ટ્રા રણેઽહન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ॥

યદિ: જો કે; મામ્: મને; અપ્રતિકારમ્: વિરૂદ્ધ પ્રતિકાર ન કરતા; અશસ્ત્રમ્: નિશસ્ત્ર (શસ્ત્રવિહિન); શસ્ત્રપાણયઃ: હથિયારધારી લોકો; ધાર્તરાષ્ટ્રાઃ: ધૃતરાષ્ટ્રના પુત્રો; રણે: યુદ્ધભૂમિમાં; હન્યુઃ: મારી નાંખે; તત્: તો એ; મે: મારા માટે; ક્ષેમતરમ્: વધારે શ્રેયસ્કારક, કલ્યાણદાયક; ભવેત્: બને, થાય

જો ધૃતરાષ્ટ્રના પુત્રો યુદ્ધમાં મને નિશસ્ત્ર અને પ્રતિકાર ન કરનાર હોવા છતાં મારી નાખે, તો એ જ મારા માટે વધારે કલ્યાણકારી ગણાય.


सञ्जय उवाच ।
एवमुक्त्वाऽर्जुनः संख्ये रथोपस्थ उपाविशत् ।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ॥1.47॥

સંજય ઉવાચ ।  
એવમુક્ત્વાઽર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।  
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ॥

સંજય ઉવાચ: સંજય બોલ્યો; એવમ્ ઉત્ત્વા: આમ કહીને; અર્જુનઃ: અર્જુનએ; સંખ્યે: યુદ્ધભૂમિમાં (સૈન્ય વચ્ચે); રથોપસ્થ: રથના બેઠવાના સ્થાનમાં; ઉપાવિશત્: બેસી ગયો; વિસૃજ્ય: છોડીને; સશરમ્: બાણ સહિતનું; ચાપમ્: ધનુષ્ય; શોક સંવિગ્ન માનસઃ: શોકથી વ્યાકુળ મનવાળો

સંજય બોલ્યો: આમ કહીને અર્જુન યુદ્ધભૂમિમાં પોતાના રથમાં બેસી ગયો, અને શોકથી વ્યથિત મનથી તેણે ધનુષ્ય અને બાણ છોડી દીધાં.


ૐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे ।
श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्याय ॥1॥

ૐ શ્રી પરમાત્મને નમઃ જય શ્રી કૃષ્ણ

results matching ""

    No results matching ""